ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક પહોંચ્યું, 23 ઓગસ્ટના રોજ કરશે ચંદ્ર પર ઉતરાણ
Live TV
-
16 ઓગસ્ટના રોજ ગોળાકાર કક્ષામાં કરશે પ્રવેશ, 23 ઓગસ્ટના રોજ કરશે ચંદ્ર પર ઉતરાણ..
ઈસરોનું મિશન ચંદ્રયાન 3 લગભગ ગોળાકાર કક્ષામાં પહોંચી ગયું છે. ચંદ્રયાનની ભ્રમણકક્ષામાં ચોક્કસ ફેરફાર કરીને તેની નવી ભ્રમણકક્ષા ચંદ્રથી લધુતમ 150 કિમી અને ગુરુતમ 177 કિમીની કરવામાં આવી છે. ચંદ્રયાનની ભ્રમણકક્ષા અંડાકારમાંથી ગોળાકાર કરવામાં આવી છે. હવે પછી ચંદ્રયાનની ભ્રમણકક્ષા 16 ઓગસ્ટના રોજ લગભગ સવારના 08:30 કલાકે બદલવામાં આવશે, ત્યારબાદ 17 ઓગસ્ટના રોજ પ્રોપલ્શન મોડ્યુલથી ચંદ્રયાન અલગ થશે.
23 ઓગસ્ટે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ભારત ચંદ્ર પર પેલોડ ઉતારનાર ચોથો દેશ બની જશે. રશિયાનું લૂના 25 અંતરિક્ષ યાન પણ ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને 21 ઓગસ્ટના રોજ દક્ષિણ ધ્રુવ પર ઉતરી શકે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુપર જે દેશનું અંતરિક્ષ યાન સૌથી પહેલા લેન્ડ કરશે, તે આ ઉપલબ્ધિ હાંસલ કરનાર પહેલો દેશ બની જશે.