હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, 25 લોકોના મોત
Live TV
-
સોલાનના મામલિંગ વિસ્તારમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવતા ભારે નુકસાન થયું છે.
હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે અલગ અલગ વિસ્તારો પર અસર થઈ છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે જનજીવન પર ગંભીર અસર થઈ રહી છે. ભારે વરસાદને થયેલ અલગ અલગ દુર્ઘટનામાં 25 લોકોએ જીવ ગુમાવ્યો છે તથા અનેક મકાનોને નુકસાન થયું છે. ભૂસ્ખલનને કારણે 2 રાષ્ટ્રીય રાજમાર્ગ સહિત અનેક રસ્તાઓ બંધ છે.
સોલાનના મામલિંગ વિસ્તારમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવતા ભારે નુકસાન થયું છે. આ પૈકી સાત લોકોના મોત થયા છે. પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે થયેલ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી.