રાષ્ટ્ર ગૌરવની ભાવના સાથે 77માં સ્વાતંત્ર્ય દિવસની ઊજવણી
Live TV
-
આજે સ્વાતંત્ર્ય દિન સમારોહમાં દેશભરના 1,100 NCC કેડેટ ભાગ લઈ રહ્યા છે.
દેશ આજે રાષ્ટ્ર ગૌરવની ભાવના સાથે 77મા સ્વાતંત્ર્ય દિવસની ઊજવણી કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કર્યું. આજે આઝાદીના અમૃત મહોત્સવ સમારંભોનું સમાપન પણ થશે. આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. જેમાં દેશભરમાંથી વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા લગભગ એક હજાર 800 વિશેષ અતિથિઓને તેમના જીવનસાથી સાથે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ વિશેષ અતિથિઓમાં વાઇબ્રન્ટ ગામોના 660થી વધુ સરપંચો, ખેડૂત ઉત્પાદક સંગઠન યોજનાના 250 અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 50 સહભાગીઓ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સહિત 50 શ્રમ યોગીઓનો સમાવેશ થાય છે. આજે સ્વાતંત્ર્ય દિન સમારોહમાં દેશભરના 1,100 NCC કેડેટ ભાગ લઈ રહ્યા છે.