77મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનો દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. જેમા તેમણે ભારતના તમામ નાગરિકો સાથે એકજૂથ થઈને તમામ જાણીતા અને અજ્ઞાત સ્વાતંત્ર્ય સેનાનીઓને કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિનંતી કરી હતી.
77મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનો દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. નાગરિકોને સંદેશો આપતા કહ્યું હતુ કે, સ્વાતંત્ર્ય દિવસએ મહાન લોકશાહીના નાગરિક હોવાનો ઉત્સવ, જ્ઞાતિ, સંપ્રદાય, ભાષા ઉપરાંત ભારતીય હોવું એ આપણી સાચી ઓળખ,મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપવા દેશવાસીઓને કર્યુ આહ્વાન,
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ રાષ્ટ્રજોગ સંબોધનમાં વિશ્વમાં ભારતની વધતી તાકાતનો કર્યો ઉલ્લેખભારતની જી-20 અધ્યક્ષતામાં ડિપ્લોમેસીને જમીની સ્તર સાથે જોડાયા હોવા પર વ્યક્ત કરી ખુશી, આબોહવા પરિવર્તન અંગે સજાગ થવા સમગ્ર વિશ્વને અનુરોધ કર્યો હતો.
77 મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ રાષ્ટ્ર-જોગ સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિએ સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે આ દિવસ આપણા સૌના માટે ગૌરવપૂર્ણ અને પવિત્ર છે.... સ્વતંત્રતા દિવસનો ઉત્સવ મને મારાં બાળપણના દિવસોની પણ યાદ અપાવે છે.અમારા ગામની શાળામાં સ્વાતંત્ર્ય દિવસ સમારંભમાં ભાગ લેવાનો અમારો આનંદ અમે રોકી શકતા નહોતા.
રાષ્ટપતિ દ્રોપદી મૂર્મુએ વધુંમાં જણાવ્યું હતું કે, સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, હું ભારતના તમામ નાગરિકો સાથે એકજૂથ થઈને તમામ જાણીતા અને અજ્ઞાત સ્વાતંત્ર્ય સેનાનીઓને કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.તેમના અસંખ્ય બલિદાનથી, ભારતે વૈશ્વિક સમુદાયમાં પોતાનું સ્વાભિમાનપૂર્ણ સ્થાન પાછું મેળવ્યું હતું.માતંગિની હાઝરા અને કન-કલતા બરુઆ જેવી વીરાંગનાઓએ ભારત માતા માટે પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી હતી.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ જણાવ્યું હતું કે આજના નવા ભારતની મહત્વકાંક્ષાઓની નવી ક્ષિતિજો અપાર છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને શ્રેષ્ઠતાના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે..તેમજ તેમણે ચંદ્રયાનનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, ઈસરોએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે,ચંદ્રનું મિશન અવકાશમાં આપણા ભાવિ કાર્યક્રમો માટે માત્ર એક પગથિયું છે. માત્ર અવકાશ અભિયાનમાં જ નહીં પરંતુ ધરતી પર પણ આપણા વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજીસ્ટ આપણા દેશનું નામ રોશન કરી રહ્યાં છે.