આગામી 24 કલાક ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી, કેટલાક સ્થળોએ ભૂસ્ખલન અને પૂરની પણ સંભાવના વ્યક્ત કરાઈ
Live TV
-
હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કેટલાક સ્થળોએ ભૂસ્ખલન અને પૂરની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે...તેમજ વધુમાં હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં કેટલાક સ્થળોએ ભૂસ્ખલન અને પૂરની પણ સંભાવના છે. ઉપરાંત આ જ સમયગાળા માટે હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
બિહાર, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિભારે વરસાદ આજ સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગે જણાવાયું છે કે, ચોમાસું તેની સામાન્ય સ્થિતિની ઉત્તરે છે. તેમજ આગામી ત્રણ દિવસ દરમિયાન દેશના બાકીના ભાગમાં વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો થવાની સંભાવના છે.