પ્રધાનમંત્રી મોદીએ જીજ્ઞાસા ક્વિઝના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા, વિશ્વની સૌથી મોટી ક્વિઝ પૈકીની એક 17 ભાષાઓમાં 10 લાખથી વધુ વખત રમાઈ
Live TV
-
વિશ્વની સૌથી મોટી ક્વિઝ પૈકીની એક જીજ્ઞાસા કાર્યક્રમના વિજેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. આ ક્વિજ 17 ભાષાઓમાં 10 લાખથી વધુ વખત રમાઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીજ્ઞાસા કાર્યક્રમના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, યુવાનોમાં દેશના ઇતિહાસ અને સંસ્કૃતિ નું જ્ઞાન વધારવાનો આ એક વ્યાપક પ્રયાસ હતો. તેમણે ક્વિઝ માટે અસાધારણ પ્રતિભાવ જોઈને ખુશી વ્યક્ત કરી. જીજ્ઞાસા કાર્યક્રમનો હેતુ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક સ્વભાવની સંસ્કૃતિ કેળવવાનો છે.
ભારતના પ્રાચીન સભ્યતાના મૂલ્યો, તેની સંસ્કૃતિના વિકાસ, સમૃદ્ધ ભૂતકાળ અને નૈતિકતાના ભવ્ય સમાગમ વિશે 17 ભાષાઓમાં 10 લાખથી વધુ વખત રમાયેલી વિશ્વની સૌથી મોટી ક્વિઝમાંની એક છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા કરવામાં આવેલ ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ટ્વીટમાં અંભિનંદન પાઠવતા લખ્યું હતુ કે, “જિજ્ઞાસાના તમામ વિજેતાઓને અભિનંદન. યુવાનોમાં આપણા ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે જ્ઞાન વધારવાનો આ એક વ્યાપક પ્રયાસ હતો. આ ક્વિઝ માટે આવો અસાધારણ પ્રતિસાદ જોઈને આનંદ થયો.”