Skip to main content
Settings Settings for Dark

સૂર્યના અભ્યાસ માટે ISROએ પ્રથમ મિશનની કરી જાહેરાત, 'આદિત્ય L1'ની તસવીર પ્રથમ વખત આવી સામે

Live TV

X
  • ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO એ સૂર્ય મિશનની પહેલી તસવીર જાહેર કરી છે. સૂર્યોનો અભ્યાસ કરનાર 'આદિત્ય L-1'ની તસવીર પ્રથમ વખત જાહેર કરવામાં આવી છે.

    ચન્દ્રયાન-3ને લઈ દેશભરમાં ઉત્સાહ છે ત્યારે ISROએ સૂર્ય મિશનની જાહેરાત કરી છે. જેને લઈને પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ISROએ સૂર્યનો અભ્યાસ કરનાર આદિત્ય એલ-1ની તસવીર જાહેર કરી છે. સૂર્યના અભ્યાસ માટે ISROનું આ પ્રથમ મિશન છે. 

    અવકાશ સંશોધન ક્ષેત્રમાં ભારત સતત આગળ વધી રહ્યું છે.ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO એ સૂર્ય મિશનની પહેલી તસવીર જાહેર કરી છે.આદિત્ય એલ-1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય મિશન હશે.આ અંતરિક્ષ યાનને સૂર્ય-પૃથ્વી સિસ્ટમના લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) ની આસપાસનો પ્રભામંડળ વિસ્તારમાં ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. જે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર છે. હાલના સમયમાં સૂર્યની ગતિવિધી અને અંતરિક્ષમાં વાતાવરણના પ્રભાવને જોવાનો લાભ આપશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply