ચંદ્ર પર ઉતરાણ વખતે લેન્ડરના કેમેરાએ દક્ષિણ ધ્રુવની તસવીરો લીધી
Live TV
-
ભારતના ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે (23 ઓગસ્ટ) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગમાં પહોંચનાર ભારત પહેલો દેશ બની ગયો છે. આજ સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જવામાં કોઈને સફળતા મળી નથી. વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ ઈસરોએ પહેલો ફોટો શેર કર્યો છે.
ISROએ ટ્વીટ કરીને લખ્યું, "ચંદ્રયાન-3ના લેન્ડર અને બેંગલુરુ સ્થિત કમાન્ડ સેન્ટર વચ્ચે કોમ્યુનિકેશન લિંક સ્થાપિત થઈ ગઈ છે. નીચે ઉતરતી વખતે આ તસવીરો લેન્ડર હોરીઝોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવામાં આવી છે." આ સફળતા સાથે ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો ચોથો દેશ પણ બની ગયો છે.
ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ પછી તરત જ, ISROના પ્રમુખ એસ સોમનાથે ખુશી વ્યક્ત કરી કે અમે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મેળવી છે. ભારત હવે ચંદ્ર પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લેન્ડિંગ કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા.
આ સિદ્ધિ માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યારે આપણે આપણી આંખો સામે આવો ઈતિહાસ રચાતા જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રીય જીવનની શાશ્વત ચેતના બની રહે છે.
