લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસે સ્વદેશી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ એસ્ટ્રાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
Live TV
-
લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસે સ્વદેશી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઇલ એસ્ટ્રાનું સફળ પરીક્ષણ કર્યું છે. ગઈ કાલે ગોવાના કિનારેથી લગભગ 20,000 ફૂટની ઊંચાઈએથી મિસાઈલને એક વિમાનમાંથી સફળતાપૂર્વક છોડવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પરીક્ષણ સચોટ હતું અને તેના તમામ ઉદ્દેશ્યોને પૂરા કર્યા હતા.
એસ્ટ્રા એક અત્યાધુનિક સુપરસોનિક મિસાઈલ છે. આ હવાથી હવામાં પ્રહાર કરનારી આ મિસાઈલ લક્ષ્યાંકોને સંલગ્ન અને નષ્ટ કરવામાં સક્ષમ છે. તેને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી અને DRDOની અન્ય પ્રયોગશાળાઓ દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું છે કે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસથી સ્વદેશી નિર્મિત એસ્ટ્રા મિસાઈલનું લોન્ચિંગ આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે આ પરીક્ષણ તેજસની લડાયક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને આયાતી શસ્ત્રો પર નિર્ભરતા ઘટાડશે.
