ચક્રવાતી તોફાન ફોનીના બાદ રાહત કાર્યો યુદ્ધના ધોરણે શરુ
Live TV
-
ચક્રવાતી તોફાન ફોનીના કહેર પછી તંત્ર દ્વારા રાહત કાર્યો યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યાં છે. તેના કારણે સામાન્ય જન-જીવન પાટા પર આવી રહ્યું છે
ચક્રવાતી તોફાન ફોનીના કહેર પછી તંત્ર દ્વારા રાહત કાર્યો યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યાં છે. તેના કારણે સામાન્ય જન-જીવન પાટા પર આવી રહ્યું છે. તોફાન બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે નુકસાન અંગે તાગ મેળવવા હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. ભુવનેશ્વર, કટક અને પુરીમાં, લોકો વીજળી અને પાણીની સમસ્યા અનુભવી રહ્યા છે. ફોની ના આંતક બાદ ઓડિશા અને પશ્વિમ બંગાળમાં હવાઈ સેવા બહાલ કરી દેવામાં આવી છે. બચાવકાર્ય માટે ભારતીય વાયુ સેનાએ પોતાના ત્રણ હરક્યુલસ વિમાન સેવામાં ઉતાર્યા છે. સામે મહામારી ન ફેલાય તે માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ ઓડિશામાં ઉતારી દેવામાં આવી છે. તો ફોની અંગે માહિતી આપતા, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું હતું કે પુરીમાં પાણીનો 70 ટકા પુરવઠાનો બહાલ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ભયાનક ચક્રવાત તોફાન ફોની સામે, ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી માટે ભારતની આંતરાષ્ટ્રીય સ્તરે ભારે પ્રસંશા થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્વારા ભારતને ફોની તોફાન સામે કરેલી કામગીરી માટે સરાહના કરવામાં આવી છે. સાથે ભારતના હવામાન વૈજ્ઞાનીકો તરફથી ફોની અંગે આપવામાં આવેલી સચોટ માહિતીની પ્રસંશા કરાઇ છે.
