Skip to main content
Settings Settings for Dark

ચક્રવાત 'તાઉતે' અતિ ગંભીર સાયક્લોનીક સ્ટોર્મમાં પરિવર્તિત થયું

Live TV

X
  • હવામાન વિભાગે ચક્રવાત 'તાઉતે' અંગે હાઇ એલર્ટ જારી કર્યું, તાઉતે આવતીકાલે સાંજે ગુજરાતના દરિયાકિનારા નજીક પહોંચે તેવી સંભાવનાઓ

    અરબી સમુદ્રમાં ઉદભવેલું અતિ ગંભીર ચક્રવાત તાઉતે છેલ્લાં છ કલાકમાં અંદાજે 11 કિ.મીની ઝડપે ઉત્તર દિશામાં આગળ વધ્યું હતું. આજે સવારના 8.30 વાગ્યાની સ્થિતિએ તે મુંબઈની દક્ષિણે 420 કિ.મીના અંતરે અને ગુજરાતના વેરાવળથી દક્ષિણ - દક્ષિણ પશ્ચિમે 660 કિ.મીના અંતરે છે. આગામી 24 કલાકમાં તે ઉત્તર - ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને 17મી તારીખ એટલે કે આવતીકાલે સાંજે ગુજરાતના દરિયાકિનારા નજીક પહોંચશે અને 18 મી મેના રોજ સવારે ગુજરાતના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે. 18મી મેના રોજ સવારે પોરબંદરથી મહુવા વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ તથા સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ જિલ્લાઓમાં થોડા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે. જોકે હાલમાં મળતી માહિતી પ્રમાણે વાવાઝોડાની કચ્છ અને દ્વારકા પર અસર ઓછી થશે. અમદાવાદ, આણંદ, ભરુચ, ખેડા અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ વધુ પ્રભાવિત થાય તેવી શક્યતા છે. 
    ચક્રવાતને લઇને ગુજરાત અને દીવમાં યલો એલર્ટ જારી કરાયું છે. તો કેંદ્ર સરકાર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. 
    રાજ્ય સરકાર દ્વારા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ગીર સોમનાથ, જયેશ રાદડિયાને પોરબંદર, જવાહરભાઇ ચાવડાને જૂનાગઢ, દિલીપકુમાર ઠાકોર અને વાસણભાઇ આહિરને કચ્છ, ધર્મેન્દ્રસિંહ જાડેજાનેૈ દેવભૂમિ દ્વારકા, કુંવરજીભાઇ બાવળીયાને અમરેલી, ગણપતભાઇ વસાવા અને વિભાવરીબેન દવેને ભાવનગર, સૌરભભાઇ પટેલને રાજકોટ, યોગેશભાઇ પટેલને મોરબી, આર. સી. ફળદુને જામનગર, કુમારભાઇ કાનાણીને સુરત, રમણભાઇ પાટકરને વલસાડ, ઇશ્વરભાઇ પરમારને નવસારી અને ઇશ્વરસિંહ પટેલને ભરૂચ પહોંચી જવા સૂચનાઓ અપાઈ છે. રાજ્ય સરકારે કોમ્યુનિકેશન નેટવર્ક, રોડ-રસ્તા અને વીજપુરવઠો સતત જળવાઇ રહે અને આ સંભવિત વાવાઝોડામાં વૃક્ષો પડી જવાથી કે અન્ય રીતે તેને અસર થાય તો તે ઝડપથી પૂર્વવત કરી શકાય તથા ઓક્સિજન સહિતના અન્ય જરૂરી પુરવઠાના સપ્લાયમાં વિક્ષેપ ન પડે તે માટે માર્ગ અને મકાન, વન વિભાગને તાકીદ કરીને દરેક જિલ્લામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply