ચારા કૌભાંડ મામલે દુમકા ટ્રેઝરી કેસમાં લાલુ દોષિત
Live TV
-
સીબીઆઈની વિશેષ અદાલતમાં ઘાસચારા કૌભાંડના મામલે કોર્ટે લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર જ્યારે જગન્નાથ મિશ્રા નિર્દોષ જાહેર કર્યા છે.
બિહારના પુર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલુપ્રસાદ યાદવ સહિત 19 લોકોને ઘાસચાર ગોટાળામાંના દુમકા ટ્રેઝરી કેસથી જોડાયેલા મામલે દોષી જાહેર કર્યા છે. જ્યારે બિહારના પુર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્ર સહિત 12 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. રાંચી ખાતેની સીબીઆઇની વિશેષ અદાલતે હવે આ મામલે સજાની જાહેરાત 21,22 અને 23 માર્ચે કરશે. લગભગ ત્રણ મહિનાથી ચાલતા ઘાસચારા ગોટાળાના ત્રણ કેસમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ હવે ચોથા કેસમાં પણ દોષીત જાહેર કરાયા છે. સોમવારે રાંચીની બિરસામુન્ડાં સીબીઆઇની વિશેષ કોર્ટે લાલુ પ્રસાદ સહિત 19 આરોપીઓને દોષી જાહેર કરાયા છે. તો આ તરફ જગન્નાથ મિશ્ર સહિત 12 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
17 માર્ચે ખાસ અદાલતે તમામ 31 આરોપીઓને કોર્ટમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતુ. પરંતુ છેલ્લા બે દિવસથી રિમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લાલુ પ્રસાદ જ્યાં સુધી કોર્ટમાં પહોંચે ત્યાં સુધી તેમને દોષી જાહેર કરી દેવાયા હતા.
દુમકા ટ્રેઝરીથી 3 કરોડ 76 લાખ રૂપિયાની ગેરકાયદેસર ઉચાપતથી મામલે લાલુ પ્રસાદને જે ધારાઓમાં દોષી જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ ઓછામાં ઓછી એક અને વધુમાં સાત વર્ષની સજાની જોગવાઇ છે.
વીડિયો સ્ટોરી જોવા માટે ક્લીક કરો - https://www.youtube.com/watch?v=m11NDst0FZ4