કૃષિ ઉન્નતિ મેળો, ખેડૂતોની આવક બમણી કરવા સરકાર કટિબધ્ધઃ પ્રધાનમંત્રી મોદી
Live TV
-
ખેડૂતોની આવકને બમણી કરવાના પ્રયાસને વેગ આપવા નવા પરિમાણોથી ખેત પદ્ધતિ વિકસાવવા હેતુ દિલ્હીમાં 'કૃષિ ઉન્નતિ મેળો' પ્રધાનમંત્રીએ કહ્યું: ખેડૂત દેશનો આધાર,તો વૈજ્ઞાનિક કર્ણધાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સરકાર ખેડૂતો માટે ઉન્નત બીજ, પુરતી વીજળી અને બજારો સુધી આસાન પહોંચ માટે કામ કરી રહી છે. નવી દિલ્હીમાં પુસામાં કૃષિ ઉન્નતિ મેળામાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, કેન્દ્રમાં પાકોના ન્યૂનતમ સમર્થન મૂલ્યના ખર્ચનો ઓછામાં ઓછું દોઢ ગણુ મૂલ્ય આપવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને ખેતરમાં પરાલી ન સળગાવવાની ભાવુક અપીલ કરતા કહ્યું હતું કે, તેનાથી જમીનની ફળદ્રુપતા નાશ થાય છે. અને હવા પણ પ્રદૂષિત બને છે. કૃષિના ક્ષેત્રમાં થયેલી પ્રગતિ અને આધુનિક ટેકનિકની જાણકારી આપનાર આ મેળાનો આજે અંતિમ દિવસ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશના 13 રાજ્યોમાં બનનાર 25 કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને જૈવિક ખેતી પોર્ટલનો શુભારંભ કર્યો હતો.