સંસદમાં હોબાળો, રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
Live TV
-
સંસદમાં વિરાધ પક્ષનો હોબાળો યથાવત, રાજ્યસભા અને લોકસભા આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. કેન્દ્ર ગૃહ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે સરકાર સભામાં દરેક મુદ્દા અંગે ચર્ચા કરવા તૈયાર છે.
રાજ્યસભામાં સોમવારનો દિવસ વિરોધ પક્ષના આંદોલનથી શરૂ થયો હતો. સંસદની કાર્યવાહી શરૂ થતા વિપક્ષે હોબાળો શરૂ કર્યો હતો અને ત્યારબાદ રાજ્ય સભાની કાર્યવાહી એક દિવસ માટે મુલતવી રાખવી પડતી હતી. રાજ્ય સભાના 11મમાં દિવસે સતત કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. સરકારો સંસદની કામગીરી આગળ વધારવા અપીદ કરવા છતા પણ વિપક્ષ વિરોધમાં અટકી રહ્યો હતો. સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષે વિરોધ શરૂ રાખયો હતો.
બજેટ સત્રના બીજા તબક્કામાં વિરોધ પક્ષના વિરોધને લીધે લોકસભા કાર્યવાહી આગળ ચાલતી જ નથી. આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતા ટીડીપીના સભ્યોએ વેલમાં આવીને હોબાળો કર્યો હતો. જેના પછી ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી મુલતવી રાખી હતી, જેના પછી ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. સતત 11માં દિવસે વિપક્ષે વિરોધ શરૂ રાખયો હતો. સરકાર સતત વિરોધ પક્ષને ગૃહની અંદર અને બહાર સહયોગ માટે અપીલ કરવા છતા પણ કાર્યવાહી ચલાવવા માટે સતત વિરોધ કરે છે. તેમજ ગૃહમાં વિપક્ષ દ્રારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.