પીએમ મોદી વતી મુખ્તાર અબ્બાસ નકવીએ અજમેર દરગાહ પર ચાદર ચઢાવી
Live TV
-
મહાન સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના શાંતિ, ભાઈચારાનો સંદેશ અમૂલ્ય છે. પીએમ મોદીએ ખ્વાજાના સંદેશને યાદ કરતા કહ્યું કે, "માનવતાની સેવા આવનારી પેઢી માટે પ્રેરણાદાયક બની રહેશે".
કેન્દ્રીય મંત્રી મુક્તાર અબ્બાસ નકવીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 806માં ઉર્સ અવસરે અજમેરની દરગાહ પર ચાદર ચઢાવી હતી. તેમણે દેશની સુરક્ષા, વિકાસ અને તમામ વર્ગના લોકોની ખુશહાલી માટે દુઆ માંગી હતી. તેમણે ટ્વીટ કરીને ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. તેમણે કહ્યું કે, આતંકવાદ એ ઇસ્લામ અને માનવતાન બન્નેનો સૌથી મોટો દુશ્મન છે, ત્યારે મહાન સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના શાંતિ, ભાઈચારાનો સંદેશ અમૂલ્ય છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અજમેર જવાના હતા ત્યારે પીએમ મોદીએ પણ ખાસ ચાદર દરગાહ પર ચઢાવવા માટે મોકલી હતી, જેને મુક્તાર અબ્બાસ નકવીએ ચઢાવી હતી. પીએમ મોદીએ કહ્યું હતુ કે, જ્યારે આપણે ભારતમાં સૂફી સંતોની વાત કરીએ છીએ ત્યારે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીને મહાન આધ્યાત્મિક પરંપરાઓના પ્રતિક તરીકે જોઈએ છીએ છે. ગરીબ નવાઝ દ્વારા કહેલી વાત "માનવતાની સેવા આવનારી પેઢી માટે પ્રેરણાદાયક બની રહેશે".
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક