Skip to main content
Settings Settings for Dark

ચાર વર્ષ મોદી સરકારઃ કટકમાંપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધી

Live TV

X
  • કેન્દ્રમાં એનડીએ સરકાર આજે ચાર વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના એક હજાર વર્ષ જૂના કટક શહેરમાં વિશાળ જાહેરસભાને સંબોધી અને તેમની સરકારનું રિપોર્ટ કાર્ડ જનતા સમક્ષ રજૂ કર્યું.

    કેન્દ્રમાં એનડીએ સરકાર આજે ચાર વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના એક હજાર વર્ષ જૂના કટક શહેરમાં વિશાળ જાહેરસભાને સંબોધી અને તેમની સરકારનું રિપોર્ટ કાર્ડ જનતા સમક્ષ રજૂ કર્યું. જેમાં તેમણે વિવિધ યોજના જેવી કે જનધન, ઉજ્જવલા, ઉજાલા, મુદ્રા યોજના, અટલ પેંશન યોજના થી દેશવાસીઓએ લાભ પ્રાપ્ત કર્યો એવું જણાવ્યું હતુ. જે દેશવાસીઓ આઝાદીના 60 વર્ષ પછી પણ વિકાસથી વંચીત હતા તે વંચિતોને વિકાસના મુખ્ય પ્રવાહમાં કેવી રીતે સામેલ કરવામાં આવ્યા તે અંગેની ,વિશદ છણાવટ તેમણે કરી. 

    કેન્દ્રમાં એનડીએ સરકારના આજે ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાના અપાર સર્મથન માટે આભાર વ્યક્ત કર્યો છે. અને ટ્વીટના માધ્યમથી જણાવ્યું કે, 125 કરોડ ભારતીયો ભારતને નવી ઉંચાઈ તરફ લઈ જઈ રહ્યાં છે. અને અમારી સરકાર પર ભરોસો રાખવા પર પ્રત્યેક નાગરીકનો આભાર માનીએ છીએ. અમારી સરકાર માટે દેશસેવા જ પ્રાથમિકતા રહી છે અને અમે આ જ જોમ જુસ્સા સાથે દેશવાસીઓની અને દેશની સેવા કરીશું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વ વાળી સરકારે ,ચાર વર્ષ પૂર્ણ કરવા પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ,અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમની સિધ્ધિઓ દર્શાવતા જણાવ્યું હતું કે, ચા વર્ષમાં મોદી સરકારે દેશમાં ભ્રષ્ટાચાર મૂક્ત શાસન આપ્યું છે.

    કેન્દ્રમાં આજે મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ બ્લોગના માઘ્યમથી લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે હાલની કેન્દ્ર સરકારની તુલના યુપીએ સરકારના દશ વર્ષના કાર્યકાળ સાથે કરતા કહ્યું કે, યુપીએના 10 વર્ષ આઝાદી પછીના સૌથી ભ્રષ્ટ દશ વર્ષ હતા. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પારદર્શી પ્રણાલીના કારણે દેશને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળ્યું. ઉપરાંત મોદી સરકારે સુશાસન અને સારા અર્થશાસ્ત્રને સારી રાજનીતિમાં મેળવ્યા છે. તેથી આજે દરેક ગામમાં વીજળી અને રસ્તા પહોંચ્યા છે. મોદી સરકારે ,મનરેગામાં 40 હજાર કરોડ મંજૂર કર્યા અને 39 હજાર કરોડ ખર્ચ કરવામાં આવ્યાં છે. આ સાથે સુચના અને પ્રસારણ મંત્રી ,રાજ્યવર્ધન રાઠોડે પણ ટ્વીટના માઘ્યમથી જણાવ્યું કે મોદી સરકારના 4 વર્ષ પુરા થઈ રહ્યાં, છે અમે દેશના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ. સ્વાસ્થ્ય , શિક્ષણ, અને ઉર્જાના ક્ષેત્રમાં મોદી સરકારે સર્વશ્રેષ્ઠ કામ કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply