Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાનું તેમજ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કરશે

Live TV

X
  • આ યોજનાથી દિલ્હી અને મેરઠની વચ્ચે સુરક્ષા સાથે મુસાફરીના સમયમાં ઘટાડો થશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ,દિલ્હી - મેરઠ એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાનું તેમજ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કરશે.આ યોજનાથી દિલ્હી અને મેરઠની વચ્ચે સુરક્ષા સાથે મુસાફરીના સમયમાં ઘટાડો થશે. દિલ્હી એનસીઆર , ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોને ,વિશેષ લાભ થશે. પ્રધાનમંત્રી મોદી ,દિલ્હીના નિઝામુદ્દીન બ્રિજથી ,રોડ - શો નો આરંભ કરાવશે. દિલ્હી - મેરઠ એક્સપ્રેસ - વેના પ્રથમ તબક્કાની લંબાઈ, નવ કિલોમીટર છે, તે 14 લેનનો છે. આ પ્રથમ તબક્કામાં કુલ 842 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. માર્ગની બંને બાજુ સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. 2019 સુધીમાં એક્સપ્રેસ - વે પૂર્ણ થવાની શક્યતાઓ છે, તેમજ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે માત્ર 500 દિવસમાં બનાવવામાં આવ્યો છે. 135 કિલોમીટર લાંબા આ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેમાં, કુલ અગિયાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ એક્સપ્રેસ - વેથી દિલ્હીની અંદર આવ્યા વગર બાયપાસથી ભારે વાહનો ,બીજા રાજ્યોમાં પરિવહન કરી શકશે. આ કારણે દિલ્હીમાં 27 ટકા જેટલો પ્રદૂષણમાં ઘટાડો થશે અને ટ્રાફિક જામથી છૂટકારો થશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply