ચાર સહ આરોપી સહીત સસ્પેન્ડેડ ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ દેવીદંર સિંહને 15 દિવસની રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
Live TV
-
જમ્મુ-કાશ્મીર પોલીસના સસ્પેન્ડેડ ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ દેવીદંર સિંહ અને ચાર સહ આરોપીઓ સાથે 15 દિવસની રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. દેવીદંર સિંહને ગઇકાલે જમ્મુની ખાસ એનઆઇએ અદાલતમાં બંને આતંકવાદીઓ અને તેમના બે સાથીદારો સાથે રજૂ કરવામાં આવ્યા હતા. દેવીદંર સિંહ સાથે ધરપકડ કરાયેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીનો ભાઇ સૈયદ ઇરફાનને પણ ગઇકાલે તેની ધરપકડ બાદ એનઆઇએ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
