Skip to main content
Settings Settings for Dark

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ભારતે જાહેર કરી યાત્રા એડવાઇઝરી

Live TV

X
  • ચીનમાં હાલમાં એક નવો વાયરસ, કોરોના વાયરસ ફેલાવાના સમાચાર છે. સરકારી મીડિયા અનુસાર ચીનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ નામના એક નવા વાયરસની ઓળખ કરી જેના કારણે વુહાન શહેરમાં ન્યુમોનિયા ફેલાઈ રહ્યો છે.

    સેન્ટ્રલ ચીનના વુહાનમાં પ્રયોગશાળામાં આ વાયરસને કારણે 41 લોકો પ્રભાવિત થવાની પુષ્ટિ થઈ છે. તેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ચીનનો એક નાગરિક થાઈલેન્ડ ફરવા ગયો હતો જ્યારે 13 જાન્યુઆરી 2020ના ચીનથી બહાર આ વ્યક્તિને કોરોના વાયરસથી અસર થવાની ખાતરી થઈ. ચીનના અધિકારીઓએ આ નવા વાયરસના જીનને 'novel coronavirus 2019' નામ આપ્યું છે. 

    કેન્દ્ર સરકારે યાત્રા એડવાઇઝરી જારી કરતા નાગરિકોને બચવા માટે કેટલાક ઉપાયોનું પાલન કરવાનું કહ્યું છે. આ વાયરસથી શ્વાસ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણ વિશે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ ચીનની યાત્રા કરનારને સલાહ આપવામાં આવે છે કે, ખેતર, પશુઓની બજારો કે જ્યાં કતલખાના હોય ત્યાં યાત્રા કરવાથી બચવું જોઈએ. આ સાથે લોકોને કાચા કે અડધા પાકેલા માંસના ઉપભોગ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply