Skip to main content
Settings Settings for Dark

ચીન, સિંગાપુર, હોંગકોંગ,જાપાન, કોરિયાથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરિજયાત

Live TV

X
  • દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. શુક્રવારે દેશમાં કોરોનાના 3095 નવા કેસ નોંધાયા છે, તો રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. 6 દેશમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે RTPCR  ટેસ્ટ ફરિજયાત કરવામાં આવ્યો છે.

    રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સતર્ક બની છે, કોરોનાનું સંક્રમણ રોકવા માટે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ટ્રેકિંગના આદેશ આપ્યાં છે. ખાસ કરીને ચીન, સિંગાપુર, હોંગકોંગ,જાપાન, કોરિયાથી આવતા પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત રહેશે. કોરોનાની નવી ગાઇડલાઇન્સ મુજબ એરસુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનું રહેશે.

    ગુજરાતમાં વધતા કોરોનાના કેસ અને તેની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજી હતી. રાજયમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટના આધારે દર્દીને સમયસર સારવાર અને વ્યવસ્થા મળી રહે એ માટે આરોગ્ય વિભાગે વ્યવસ્થા ગોઠવી છે તેની પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં દરરોજ ટેસ્ટિંગ કરવામાં આવે છે, તેમજ કોવિડ-19 પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ પણ કરાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply