Skip to main content
Settings Settings for Dark

દેશમાં વધ્યું કોરોના સંક્રમણ, 24 કલાકમાં નોંધાયા 3 હજાર 95 કેસ

Live TV

X
  • દેશમાં ફરી એક વાર કોરોના માથું ઊંચકી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 3 હજાર 95 કેસ નોંધાયા છે. જ્યારે 1 હજાર 390 લોકો સાજા થયા છે. તો અત્યારે દેશમાં કોરોનાના 15 હજાર 208 એક્ટિવ કેસ છે. બીજી તરફ દેશમાં અત્યાર સુધી કોરોનાના 92.15 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી છેલ્લા 24 કલાકમાં 1 લાખ 18 હજાર 694 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 220.65 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.

    રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ઘટ્યા હતા. પરંતુ માર્ચ મહિનાથી કેસમાં ફરી વધારો થવા લાગ્યો. માર્ચ મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 402 કેસ નોંધાયા છે. ત્યારે સમીક્ષા બેઠકમાં ટેસ્ટિંગ. ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકાયો, સાથે જ 10 અને 11એપ્રિલે રાજ્યભરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મોકડ્રીલ કરવાનો નિર્ણય લેવાયો. આરોગ્ય અને તબીબી સેવાના અધિક નિયામક ડૉક્ટર નિલમ પટેલ અનુસાર, આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ્સ માટે કેન્દ્ર સરકારે 29 ડિસેમ્બરે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરાઈ રહ્યું છે. વિદેશથી આવતા મુસાફરોના ટેસ્ટિંગ દરમિયાન 32 પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા, જેમને નિયમ મુજબ, ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply