Skip to main content
Settings Settings for Dark

સરકારે ગંભીર રોગોની સારવાર માટે આયાત કરાતી તમામ દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી

Live TV

X
  • કેન્દ્ર સરકારે તમામ અસાધારણ રોગોની સારવાર માટે આયાત કરવામાં આવતી તમામ દવાઓ અને તબીબી પૂરક આહારને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે. મુક્તિ આપવામાં આવેલી દવાઓ અને ખાદ્યપદાર્થો રાષ્ટ્રીય નીતિ 2021 હેઠળ સૂચિબદ્ધ છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે, આ મુક્તિનો લાભ લેવા માટે, વ્યક્તિગત આયાતકારે કેન્દ્ર અથવા રાજ્યના આરોગ્ય સેવાઓના નિયામક અથવા જિલ્લાના સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. મંત્રાલયે જણાવ્યું કે, સરકારે કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતા પેમ્બ્રોલિ ઝુમાબ કીટ્રુડાને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી છે. દવાઓ પર સામાન્ય રીતે દસ ટકાની મૂળભૂત કસ્ટમ ડ્યુટી લાગુ પડે છે, જ્યારે જીવનરક્ષક દવાઓ અને રસીની કેટલીક શ્રેણીઓ પાંચ ટકાના રાહત દરે હોય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply