'ભારત વિશ્વની સૌથી વધુ કાર્યરત લોકશાહી છે'- ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, ભારત વિશ્વની સૌથી વધુ કાર્યરત લોકશાહી છે, તેઓ ગઇકાલે નવી દિલ્હીમાં યોજાયેલી રાઇઝીંગ ઇન્ડિયા સમિટનાં સમાપન સત્રને સંબોધી રહ્યા હતા. ભારતની બંધારણીય સંસ્થાઓ, કરોડરજ્જુની જેમ મજબૂત અને સ્વતંત્ર છે. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આપણો હંમેશાં રાષ્ટ્ર પ્રથમની ભાવનાને અગ્રતા આપવી જોઈએ. કોઈપણ વ્યવસાય, હિત કે અન્ય કોઈપણ બાબત રાષ્ટ્રથી પર હોવી જોઈએ નહીં. ધનખડે જણાવ્યું હતું કે, હવે દરેક વ્યક્તિએ સમજવાનો સમય આવી ગયો છે કે, લોકશાહીમાં કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર કે, કાયદાની પહોંચ બહાર હોઈ શકે નહીં. કાયદો હંમેશાં સર્વોપરિ હોય છે
