Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી જંગ જીતવા આજે પશ્ચિમ બંગાળમાં પીએમ મોદી અને અમિત શાહનો હાઈ-વોલ્ટેજ પ્રચાર

Live TV

X
  • પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શનિવારે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ૩-૩ રેલીઓને સંબોધિત કરશે, જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ૪ જંગી સભાઓ ગજવશે.

    પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શનિવારે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ૩-૩ રેલીઓને સંબોધિત કરશે, જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ૪ જંગી સભાઓ ગજવશે.

    પીએમ મોદી અને અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર
    પીએમ મોદીની રેલીઓ: વડાપ્રધાન મોદી સવારે 11:30 વાગ્યે પૂર્વ બર્ધમાનના પૂર્બસ્થલી ખાતે પ્રથમ સભા કરશે. ત્યારબાદ, બપોરે 12:55 વાગ્યે લઘુમતી પ્રભુત્વ ધરાવતા જંગીપુર (મુર્શિદાબાદ) અને સાંજે 3:45 વાગ્યે ઉત્તર અને દક્ષિણ દિનાજપુરના જંકશન પોઈન્ટ પર જનસભાને સંબોધશે.

    અમિત શાહની રેલીઓ: ગૃહમંત્રી શાહ આજે બાંકુડા જિલ્લામાં શક્તિપ્રદર્શન કરશે. તેઓ સવારે 11:30 વાગ્યે ઓંડા, બપોરે 12:55 વાગ્યે છાતના અને સાંજે 3:35 વાગ્યે પુરુલિયાના બાઘમુંડીમાં ચૂંટણી રેલીઓ સંબોધશે.

    મમતા બેનર્જીનો પલટવાર
    મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ અને બાંકુડા જિલ્લામાં કુલ ૪ રેલીઓ કરશે. તેઓ કેશિયારી, ગોપીબલ્લભપુર, ઝારગ્રામ શહેર અને બરજોરામાં સભાઓ યોજીને ભાજપના આક્રમણનો જવાબ આપશે.

    સંકલ્પ પત્ર વિરુદ્ધ પોન્ઝી સ્કીમના આક્ષેપો
    શુક્રવારે અમિત શાહે ભાજપનો 'સંકલ્પ પત્ર' જાહેર કર્યો હતો, જેમાં ઘૂસણખોરી સામે ઝીરો ટોલરન્સ, ભ્રષ્ટાચાર મુક્ત ભરતી અને મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા અપાઈ છે. જોકે, TMC નેતા અભિષેક બેનર્જીએ ભાજપના મેનિફેસ્ટો પર પ્રહાર કરતા તેને 'ચિટફંડ કે પોન્ઝી સ્કીમ'ના વાયદાઓ સાથે સરખાવ્યો છે અને કહ્યું છે કે આ વાયદાઓ ક્યારેય પૂરા કરવા માટે હોતા નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply