મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતી પર PM મોદીએ બ્લોગ લખી આપી ભાવાંજલિ
Live TV
-
19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે (શનિવારે) જન્મજયંતી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિસ્તૃત બ્લોગ શેર કરીને તેમને રાષ્ટ્રના સામાજિક પરિવર્તન માટે અવિરત પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે. આ વર્ષ ખાસ છે કારણ કે આજથી મહાત્મા ફૂલેની 200મી જન્મજયંતીની ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે.
19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે (શનિવારે) જન્મજયંતી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિસ્તૃત બ્લોગ શેર કરીને તેમને રાષ્ટ્રના સામાજિક પરિવર્તન માટે અવિરત પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે. આ વર્ષ ખાસ છે કારણ કે આજથી મહાત્મા ફૂલેની 200મી જન્મજયંતીની ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે.
'મહાત્મા ફૂલે: ભારતને રાહ બતાવતો પ્રકાશ'
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 'મહાત્મા જ્યોતિરાવ ફૂલે: એ લાઈટ ધેટ સ્ટિલ શોઝ ઈન્ડિયા ધ વે' શીર્ષક સાથેનો બ્લોગ શેર કર્યો છે. પીએમએ લખ્યું કે, "આજે 11મી એપ્રિલ આપણા સૌ માટે ખૂબ જ વિશેષ દિવસ છે. મહાત્મા ફૂલે માત્ર સુધારક જ નહોતા, પરંતુ નૈતિક હિંમત અને સામાજિક હિત પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા ધરાવતું વ્યક્તિત્વ હતા."શિક્ષણ અને સમાનતા પર ભાર
વડાપ્રધાને બ્લોગમાં મહાત્મા ફૂલેના મહત્વના વિચારોને ટાંક્યા છે:શિક્ષણનો મંત્ર: મહાત્મા ફૂલે માનતા હતા કે જ્ઞાન એ કોઈનો વિશેષાધિકાર નથી પરંતુ વહેંચવા માટેની શક્તિ છે. તેમણે દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું હતું કે, "જો શાળાઓ ખોલવી હોય તો તે સૌથી પહેલા દીકરીઓ માટે ખોલવી જોઈએ."
સમાનતાનો હુંકાર: પીએમએ ફૂલેના મરાઠી ઉક્તિને ટાંકીને લખ્યું કે, "જ્યાં સુધી સમાજમાં દરેકને સમાન અધિકાર ન મળે, ત્યાં સુધી સાચી સ્વતંત્રતા મળી શકતી નથી."
સત્યશોધક સમાજ અને ખેડૂત કલ્યાણ
પીએમ મોદીએ ન્યાય અને ગરિમા માટેના 'સત્યશોધક સમાજ' આંદોલનની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું કે મહાત્મા ફૂલે ખેડૂતો અને મજૂરોના સંઘર્ષને ઊંડાણપૂર્વક સમજતા હતા અને ગ્રામીણ વિકાસ માટે સતત કાર્યરત રહ્યા હતા. પીએમએ સાવિત્રીબાઈ ફૂલેના ફાળાને પણ યાદ કર્યો હતો, જેમણે ફૂલેના મિશનને આગળ ધપાવ્યું હતું.નવીનીકરણનું વર્ષ
વર્ષ 2022ની પુણે મુલાકાતને યાદ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, આ 200મી જન્મજયંતીનું વર્ષ આપણા માટે શિક્ષણ, ન્યાય અને સામાજિક સમરસતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું 'નવીનીકરણ' (Renewal) કરવાનું વર્ષ છે.
