ચૂંટણી પંચે કોરોના મહામારીને લઈને ચૂંટણી માટે વિસ્તૃત દિશા-નિર્દેશ જાહેર કર્યા
Live TV
-
ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે થશે કાર્યવાહી- 1984 બેંચના નિવૃત્ત ISI અધિકારી રાજીવ કુમાર હશે નવા ચૂંટણી કમિશનર-અશોક લવાસાનું લેશે સ્થાન
ચૂંટણી પંચે ચૂંટણી અને પેટા ચૂંટણીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર આગામી ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ઉમેદવારો જ તેને ઓનલાઇન જ ભરવાનું રહેશે. જે અંતર્ગત સોગંદનામુ પણ ઓનલાઇન દાખલ કરી શકાશે. જ્યારે ઘરે-ઘરે ચૂંટણી પ્રચાર કરવા દરમિયાન ઉમેદવાર સુરક્ષાકર્મી સિવાય 5થી વધુ લોકોને સાથે લઇ જઇ શકશે નહીં., આ ઉપરાંત જનસભા અને રેલી માટે સંબંધિત રાજ્યના ગૃહમંત્રી દ્વારા નક્કી કરેલી માર્ગદર્શિકા અનુસાર જ મંજુરી મળશે,. તો એક પોલિંગ બૂથ પર 1500ની જગ્યાએ 1,000 મતદારોને જ બોલાવવામા આવશે. કોવિડ-19નાં સમયમાં ઉમેદવારની સાથે વ્યક્તિઓની સંખ્યા અને વાહનોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. ચૂંટણી સમયે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ , અને થર્મલ સ્કેનર સહિત પીપીઈ કીટ જેવી ચીજો જરૂરી રહેશે. જો કોઇ મતદારનું ટેમ્પરેચર વધુ આવશે , તો છેલ્લા કલાકમાં મત નાખવા આવવુ પડશે. મતદારોને મતદાન દરમિયાન સહી કરવી તેમજ ઈવીએમ મશીન પર બટન દબાવવા માટે ગ્લોવ્ઝ આપવામાં આવશે. આગામી યોજાનારી ચૂંટણીઓના માહોલ દરમિયાન દેશના નવા ચૂંટણી કમિશનર પદે ભૂતપૂર્વ નાણા સચિવ રાજીવ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ 1984 બેચના નિવૃત આઈએએસ અધિકારી છે. તેઓ આગામી 31 મી ઓગસ્ટના રોજ મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ સંભળાશે
