Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી, પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના

Live TV

X
  • આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.. આ વર્ષે મુંબઈમાં કોરોના મહામારીના કારણે ગણેશ ચતુર્થીની ઉજવણીના ઉત્સાહમાં ગ્રહણ લાગી ગયું છે.. ત્યારે મુંબીમાં કોવિડ-19ના જોખમને જોતા પહેલેથી જ મહારાષ્ટ્ર સરકારે ગણપતિની મૂર્તિ લઈને માર્ગદર્શિકા જાહેર કરી હતી., જે અંતર્ગત સાર્વજનિક મંડળની મૂર્તિઓની ઉંચાઈ 4 ફુટથી વધુ ન હોવી જોઈએ અને રહેણાંક વિસ્તારમાં બનેલી ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બે ફુટની જ હોવી જોઈએ, તો વિસર્જન સમયે માત્ર પાંચ લોકોને જવાની મંજુરી આપવામાં આવી છે.. એમાં પણ દેશમાં સૌથી લોકપ્રિય મુંબઈના લાલ બાગ કા રાજા મંડળ દ્વારા આ વર્ષે મૂર્તિ સ્થાપના કરવામાં આવી નથી પરંતુ દસ દિવસ ચાલનારા ગણેશ ઉત્સવ પર રક્તદાન સહિત આરોગ્ય સંબંધીત કેમ્પનું આયોજન કરવામાં આવશે, ગણેશ ઉત્સવને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશાવાસીઓને શુભકામના પાઠવી હતી, અને જણાવ્યું હતું કે, તેઓ ભગવાન ગણેશ કોવિડ-19 થી વહેલી તકે દેશવારીઓને મુક્તિ આપે, તો ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયા નાયડૂએ પણ દેશાવાસીઓને ગણેશ ચતુર્થીના પર્વની શુભકામના પાઠવી હતી..

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના શુભ પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને સર્વત્ર આનંદ અને સમૃદ્ધિની શુભકામના પાઠવી છે.એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "તમને બધાંને ગણેશ ચતુર્થીની ખૂબ શુભકામના. ગણપતિ બાપ્પા મોર્યા! ગણેશ ચતુર્થીના શુભ પર્વ પર શુભેચ્છાઓ. ભગવાન શ્રી ગણેશનો આશીર્વાદ હંમેશા આપણા ઉપર રહે. સર્વત્ર આનંદ અને સમૃદ્ધિ થાય. "

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply