દિલ્હી પોલીસે ISISનો શંકાસ્પદ આતંકી પકડાયો, IED વિસ્ફોટક અને પિસ્ટલ મળ્યા
Live TV
-
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે એન્કાઉન્ટર પછી ઈસ્લામિક સ્ટેટ(ISIS)ના એક આતંકીને ઝડપી લીધો છે. તેની પાસેથી IED વિસ્ફોટક પણ મળ્યો છે. વિસ્ફોટકને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યો છે. પોલીસે ધૌલાકુઆં અને કરોલ બાગ વચ્ચે રિજ રોડ પર શુક્રવારે આ કાર્યવાહી કરી હતી. સ્પેશ્યલ સેલના DCP પ્રમોદ સિંહ કુશવાહે આ અંગેની માહિતી આપી છે.હાલમાં દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા દિલ્હીના ધૌલા કુઆન રીંગરોડ સહિત વિવિધ વિસ્તારોમાં સર્ચ અભિયાન ચાલી રહ્યુ છે.
