સંસદનું ચોમાસુ સત્રઃ ઇતિહાસમાં પહેલાવાર સંસદમાં 100થી વધુ મહિલા સાંસદ ભાગ લેશે
Live TV
-
સંસદનું આગામી ચોમાસુ સત્ર, આ વખતે અનેક રીતે વિશેષ બની રહેશે. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી જ વાર , 100 થી વધુ મહિલા સાંસદ , સત્રમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે દેશે લોકસભા માટે , સૌથી વધુ 78 મહિલા સાંસદોને ચૂંટીને મોકલેલા છે.
સંસદનું આગામી ચોમાસુ સત્ર, આ વખતે અનેક રીતે વિશેષ બની રહેશે. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી જ વાર , 100 થી વધુ મહિલા સાંસદ , સત્રમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે દેશે લોકસભા માટે , સૌથી વધુ 78 મહિલા સાંસદોને ચૂંટીને મોકલેલા છે. ત્યારબાદ તાજેતરમાં રાજ્યસભાના , વધુ 61 સભ્યોની ચૂંટણી સંપન્ન થઇ છે. તેમાં પણ ચાર મહિલા સાંસદોનો સમાવેશ થાય છે. ચાર નવા મહિલા સાંસદોના આગમન સાથે , સંસદમાં મહિલા સાંસદોની સંખ્યા વધીને , 103 થઇ ગઇ છે. લોકસભામાં 78 અને રાજ્યસભામાં 25 મહિલા સાંસદ છે. મહિલા સાંસદોની ટકાવારી પર નજર કરવામાં આવે , તો લોકસભામાં 14.36 ટકા , અને રાજ્યસભામાં 10 ટકાથી વધુ મહિલા સાંસદો છે. લોકસભામાં 1951થી 2019 સુધી , મહિલાઓની ભાગીદારી સતત વધી છે. રાજ્યસભા અને લોકસભા સચિવાલય , એક એવા કાર્યક્રમની રૂપરેખા ઘડી રહ્યા છે , કે જેથી તમામ મહિલા સાંસદ , આ ઐતિહાસિક ક્ષણોનો અનુભવ કરી શકે.
