Skip to main content
Settings Settings for Dark

ભારત વર્ષના અંત સુધીમાં કોવિડ-19ની વેક્સીન તૈયાર કરશે: કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ.હર્ષવર્ધન

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું છે, કે ભારતમાં કોવિડ-19 વિરુધ્ધ બનાવાઈ રહેલી વેક્સીન આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. એક અંગ્રેજી દૈનિકને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ , કે દુનિયાભરમાં કોવિડ-19 વિરુધ્ધ વેક્સીન બનાવવાની કામગીરી પૂરજોરમાં ચાલી રહી છે.

    કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું છે, કે ભારતમાં કોવિડ-19 વિરુધ્ધ બનાવાઈ રહેલી વેક્સીન આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. એક અંગ્રેજી દૈનિકને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ , કે દુનિયાભરમાં કોવિડ-19 વિરુધ્ધ વેક્સીન બનાવવાની કામગીરી પૂરજોરમાં ચાલી રહી છે. સેરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા તૈયાર કરાઈ રહેલી ઓક્ફર્ડ વેક્સીનનું પણ , સમાનાંતરે ઉત્પાદન કરાઈ રહ્યુ છે , જેથી તેના વિતરણ માટે ઓછો સમય લાગે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ , કે ભારતમાં તૈયાર કરાઈ રહેલી , અન્ય બે વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવામાં , એક મહિનાનો સમય લાગશે. વધુમાં તેમણે કહ્યુ , કે વેક્સીનનો ટ્રાયલ યોગ્ય રહેશે , તો આગામી વર્ષના પ્રથમ ત્રિ-માસમાં , તેનો ઉપયોગ શરૂ કરી શકાશે. હૈદરાબાદમાં ભારત બાયોટેક દ્વારા બનાવાઈ રહેલી , કોવેક્સિનનું , માનવ પરીક્ષણ બે સપ્તાહ પહેલા શરૂ થયુ છે. આ વેક્સિન પણ , વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. વેક્સીન કોને આપવી , આ સવાલના જવાબમાં તેમણે કહ્યુ , કે કોરોના વિરુધ્ધ લડત આપી રહેલા ફ્રન્ટ વર્કર , અને સંક્રમણ પ્રત્યે સંવેદનશીલ મોટી ઉંમરના લોકોને , આ વેક્સીન આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply