છત્તીસગઢમાં નક્સલ હુમલામાં ચાર જવાનો શહીદ, એક ધારાસભ્યનું પણ મોત
Live TV
-
પ્રધાનમંત્રીએ ઘટનાની નિંદા કરી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી
લોકસભા ચૂંટણી વખતે છત્તીસગઢમાં નકસલવાદીઓએ મોટા હુમલાને અંજામ આપ્યો છે. છત્તીસગઢના દંતેવાડા ખાતે ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીના કાર કાફલા પર થયેલ નકસલી હુમલામાં 4 સુરક્ષા જવાન શહીદ થયા હતા. ધારાસભ્ય ભીમા મંડાવીનું પણ અવસાન થયુ છે. ધારાસભ્યના કાફલાની ત્રીજી કારને નકસલવાદીઓએ વિસ્ફોટ કરીને નુકસાન કરી દીધુ હતુ. અહેવાલ મુજબ વિધાન સભ્યના કાફલાએ શોર્ટ કટ રસ્તો પંસદ કરીને રસ્તો બદલ્યો હતો. નવા પંસદ કરેલા રસ્તા પર નકસલીઓએ પહેલીથી જ વિસ્ફોટક લગાવેલા હતા. બસ્તર ક્ષેત્રમાં 11 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. તે પહેલા જ આ નકસલી હુમલો થયો છે. નકસલી હુમલા પછી વિસ્તારમાં CRPFની વધારાની કુમક પહોચીં ગઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટનાની નિંદા કરીને શહીદ જવાનોને અંજલી આપી હતી
