મધ્યપ્રદેશમાં 281 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિની જાણકારી મળી
Live TV
-
આવકવેરા વિભાગના દરોડા દરમિયાન બેનામી સંપત્તિની જાણકારી મળી
મધ્યપ્રદેશમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા દરમિયાન 281 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિની જાણકારી મળી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ તરફથી એક પ્રેસ રીલીઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજકારણ, વેપાર અને સરકારી સેવાથી જોડાયેલ લોકોના સ્થાન પરથી આ બેનામી રકમ પકડવામાં આવી છે. સી.બી.ડી.ટી. પ્રમાણે રોકડનો એક ભાગ હવાલા કાંડ દ્વારા દિલ્હી સ્થિત મોટા રાજકીય પક્ષને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તેમાં 20 કરોડ રૂપિયાની તે રકમ પણ સામેલ છે, જે તાજેતરમાં પક્ષના વરિષ્ઠ અધિકારીના તુગલખ રોડ આવાસથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. સી.બી.ડી.ટી.એ જણાવ્યું છે કે 14.6 કરોડ રૂપિયાની રોકડ, 252 દારૂની બોટલો, હથિયાર , અને વાઘનું ચામડું પણ જપ્ત કરવામાં આવ્યું છે. દરોડા દરમિયાન એક કેશ- બુક પણ મળી આવી છે. જેમાં 230 કરોડ રૂપિયાની લેવડદેવડની માહિતી બતાવવામાં આવી છે.
