છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટેનું ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Live TV
-
છત્તીસગઢને વિકસાવવા માટે છેલ્લાં 15 વર્ષથી પ્રયાસ થઈ રહ્યા છે. નક્સલવાદ પર નિયંત્રણ લાદવાનું કામ વર્તમાન સરકારે કર્યુ છે અને છેલ્લા 15 વર્ષના કામથી છત્તિસગઢ બિમારૂ રાજ્યની શ્રેણીમાંથી બહાર આવી ગયું છે
ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે છત્તીસગઢના રાયપુરમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. સંકલ્પ પત્ર જાહેર કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે છત્તીસગઢને વિકસાવવા માટે છેલ્લાં 15 વર્ષથી પ્રયાસ થઈ રહ્યા છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી રમણસિંહની પ્રશંસા કરતા તેમણે જણાવ્યુ હતું કે નક્સલવાદ પર નિયંત્રણ લાદવાનું કામ વર્તમાન સરકારે કર્યુ છે. અમિત શાહે જણાવ્યુ કે છેલ્લા 15 વર્ષના કામથી છત્તિસગઢ બિમારૂ રાજ્યની શ્રેણીમાંથી બહાર આવી ગયું છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યુ કે જે પક્ષને નક્સલવાદમાં ક્રાંતિ જણાતી હોય તે છત્તિસગઢનું કલ્યાણ ક્યારેય કરી શકે નહિ. તેમણે વધુમાં ઉમેર્યુ કે આ ચુંટણી બીજા પક્ષો માટે ચુંટણી હશે પણ ભાજપ માટે આ નવા છત્તિસગઢના નિર્માણનો સંકલ્પ છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે આજે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે. વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં 12 નવેમ્બરે 18 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન થશે. જ્યારે 72 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થવાનું છે. 11 ડિસેમ્બરે રાજ્યમાં મતગણતરી થશે. કોંગ્રેસે ગઈકાલે શુક્રવારે રાજ્યમાં તેનું ઘોષણાપત્ર જારી કર્યું હતું.
