Skip to main content
Settings Settings for Dark

છેવાડાની વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવાનું કામ કરી રહી છે સરકાર : શાહ

Live TV

X
  • સાંસદ અમિત શાહે રાજ્યસભામાં પોતાના પહેલા વક્તવ્યમાં ગ્રામિણ વિકાસથી માંડીને સશક્ત ભારતના નિર્માણ માટે કેન્દ્ર સરકારના પ્રયાસોને વખાણ્યા

     

    રાજ્યસભામાં પહેલી જ વાર પોતાના વક્તવ્ય માટે ઊભા થયેલા સાંસદ અમિત શાહે છેલ્લા 55 વર્ષથી કોંગ્રેસના શાસન બાદ કોંગ્રેસની સરકાર અને પ્રધાનમંત્રી મોદીની સરકારના લેખાં-જોખાં રજૂ કર્યા, દેશના સુવ્યવસ્થિત નિર્માણ, ગરીબો માટે જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા 31 કરોડ જેટલાં નવા બેંક ખાતાનો ઉલ્લેખ કર્યો હતો. તો વળી ગરીબલક્ષી યોજનાઓથી સરકારે ગરીબોના ઉત્કર્ષ માટે કામ કરવાનું શરૂ કર્યું છે. અંત્યોદય યોજનાનો ઉલ્લેખ કરતાં સાંસદ અમિત શાહે છેવાજાના નાગરિકની ચિંતા કરતી સરકાર દર્શાવી અંત્યોદય યોજનાનું મહત્વ સમજાવ્યું હતું.

    કેન્દ્ર સરકારે શ્રમિકો માટે રોજગારની નવી તક અને તેઓના રોજગાર માટેના અથાગ પરિશ્રમને બિરદાવ્યો હતો. પરંતુ વિપક્ષ દ્વારા આવા શ્રમિકોને ભિક્ષુક કહીને ઉતારી પાડવાના પ્રયાસને શ્રી શાહે ભારોભાર વખોડ્યો હતો.

    સાંસદ અમિત શાહે રાજ્યસભામાં પોતાના પહેલા વક્તવ્યમાં ગ્રામિણ વિકાસથી માંડીને સશક્ત ભારતના નિર્માણ માટે કેન્દ્ર સરકારના પ્રયાસોને વખાણ્યા હતા. તો ઉજ્જવલા યોજનાનું ઉદાહરણ આપી 1965માં થયેલા યુદ્ધ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીના નારાને યાદ કર્યો હતો. અને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચ વર્ગને ગેસની સબસિડી છોડી લાખો મહિલાઓને સબસિડી ગેસ આપવા આહવાન કર્યું. તો એક દેશ એક કરના સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકારે GST લાગુ કર્યો અને તમામને એક સરખા કરની નીતિ લાગુ કરી જેથી ભવિષ્યમાં વ્યાપારી વર્ગથી માંડીને અર્થવ્યવસ્થાને ખૂબ મોટો ફાયદો થશે.

    બજેટમાં કૃષિ-સિંચાઈ યોજના અને ખેડૂતો માટે અત્યંત સકારાત્મક યોજનાઓ પર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે તેમ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું કે, દેશમાં બેરોજગારી છે, પણ તે કોંગ્રેસ તરફથી અમોને મળેલો વારસો છે અને તેનું નિરાકરણ પણ અમે કરીશું.

    રાજ્યસભામાં સભાપતિની ઉપસ્થિતિમાં સાંસદ અમિત શાહે પહેલાજ દિવસે ધુંઆધાર વક્તવ્ય આપી કેન્દ્રની યોજનાઓનો અને બજેટલક્ષી વિસ્તરણનો સમગ્ર ચિતાર રજૂ કરી વિપક્ષની બોલતી બંધ કરી દીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply