પૂંછ અને રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબાર, 4 જવાન શહીદ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો જેમાં કેપ્ટન સહિત 4 જવાન શહીદ થયા છે. પાકિસ્તાની ગોળીબારનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનની અનેક પોસ્ટને ધ્વસ્ત કરી
પાકિસ્તાની સેના તરફથી જમ્મુ - કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લામાં કરવામાં આવેલ સંઘર્ષ વિરામભંગમાં ચાર જવાન શહિદ થયા છે અને એક જવાન ધાયલ થયો છે. પાકિસ્તાની સેના તરફથી પૂંચ સેક્ટરના શાહપુર અને ભીમબાર ગણીમાં એક જવાન સાથે ઘણાં નાગરિકો પણ ગોળીબારમાં ધાયલ થયા છે. ભારતીય સૈન્યએ પણ પાકિસ્તાનને વળતો જવાબ આપતાં ગોળીબાર કર્યા હતા. જમ્મુ - કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ ગોળીબારમાં શહીદ સૈનિકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. સતત ગોળીબાર શરૂ રહેતા રાજોરી જિલ્લામાં LoCની પાંચ કિલોમીટરના વિસ્તારની તમામ શાળાઓને 3 દિવસ માટે બંધ રાખવામાં આવી છે.