જથ્થાબંધ મોંઘવારી દર સતત પાંચ મહિનાથી શૂન્યથી નીચે
Live TV
-
જથ્થાબંધ મોંઘવારી દર સતત પાંચ મહિનાથી શૂન્યથી નીચે, ઓગસ્ટમાં માઈન્સ શૂન્ય પોઈન્ટ 52 ટકાના નિચલા સ્તરે રહ્યો જથ્થાબંધ મોંઘવારી દર
છેલ્લા 5 માસથી જથ્થાબંધ મોંઘવારી દર સતત શૂન્યથી નીચે રહ્યો છે. ઓગસ્ટ 2023 દરમિયાન જથ્થાબંધ મોંઘવારી દર -0.52 ટકા નોંધાયો છે. કેન્દ્ર સરકાર તરફથી ઓગસ્ટમાં જથ્થાબંધ મોઘવારીના આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે. દરમાં ઘટાડાનું મુખ્ય કારણ ખનીજ તેલ, કાપડની પેદાશો, ધાતુ, રસાયણને લગતી પેદાશોની કિંમતમાં થયેલો ઘટાડો છે. નોંધનીય છે કે એપ્રિલથી જ જથ્થાબંધ મોંઘવારી દર શૂન્યથી નીચે રહ્યો છે. ખાદ્ય સચિવે જણાવ્યું છે કે, દેશમાં ખાંડ, ચોખા અને ઘઉંનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
