Skip to main content
Settings Settings for Dark

જનતા કરફ્યુ: આજે રાતે 12 વાગ્યાથી રવિવારે રાતે 10 વાગ્યા સુધી દેશની રેલવે સેવા રહેશે બંધ

Live TV

X
  • દેશભરમાં આજે રાત્રે 12 વાગ્યાથી , રવિવારના રાત્રે 10 વાગ્યા સુધી , રેલવે સેવા બંધ રહેશે. દુનિયાભરમાં અઢી લાખથી વધુ સંક્રમિત કેસ છે. જ્યારે મૃત્યુઆંક 10 હજારને પાર થયો છે. દેશમાં અત્યાર સુધીમાં , 4 લોકોના મોત થયાં છે , અને 196 કેસ સંક્રમિત છે, જ્યારે 22 જણાને સ્વસ્થ થયા બાદ , રજા અપાઈ છે. આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ , લવ અગ્રવાલે જણાવ્યું હતું , કે કોરોનાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવનારની આશંકાવાળા , છ હજાર 700 લોકોની , ઓળખ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેથી આ સંક્રમણને પ્રસરતો અટકાવી શકાય. તેમણે કહ્યું કે આ પ્રક્રિયા , સતત ચાલુ છે. લવ અગ્રવાલે લોકોને અપીલ કરી છે , કે તેઓ કોરોના સંક્રમણને લઇને , કોઇ પણ પ્રકારની માહિતી જોઇતી હોય , તો 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર , 1075 પર સંપર્ક કરે. તેમણે એ વાતનું પણ ખંડન કર્યું હતું , કે દેશમાં આવશ્યક વસ્તુઓની , અછત વર્તાઇ રહી છે. તો આ તરફ મહારાષ્ટ્રમાં સરકારી કાર્યાલયોમાં, 25 ટકા કર્મચારીઓને જ , કામ કરવાની અનુમતિ હશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું , કે ચાર મહાનગરોમાં આવશ્યક સેવાઓ સિવાય , અન્ય તમામ કાર્યાલયો , 31 માર્ચ સુધી બંધ રહેશે.

    મુખ્યમંત્રીએ કહ્યું કે ઉપનગરીય રેલગાડી , અને સીટી બસ સેવા ચાલુ રહેશે. તેમજ ડેરી, મેડિકલ સ્ટોર, દુકાનો , અને બેંકો પણ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે બહાર પાડેલ એડવાઇઝરીમાં , 65 વર્ષથી ઉપરના લોકોને , ઘરથી બહાર નહીં નીકળવા જણાવ્યું છે. સરકારે 22 માર્ચથી 29 માર્ચ સુધી , તમામ આંતર રાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટના પ્રવેશ પર , પ્રતિબંધ લગાવ્યો છે. કોરોના વાયરસથી ઉત્પન્ન ગંભીર સ્થિતિને જોતાં , સરકારે તમામ પ્રકારના વેન્ટિલેટર રૂમ, સર્જિકલ માસ્ક , અને તેના નિર્માણમાં ઉપયોગમાં લેનાર કાચા માલની નિકાસ પર , તત્કાલ પ્રતિબંધ લાગુ કર્યો છે. વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલયે, એક અધિસૂચનામાં કહ્યું , કે તમામ વેન્ટિલેટર્સ,, સર્જિકલ કે એકવાર ઉપયોગ થતાં માસ્કના નિર્માણમાં , કાચામાલમાં ઉપયોગ થનાર કપડાની નિકાસ , તત્કાલ પ્રભાવથી પ્રતિબંધિત કરી છે. ગ્લોવ્ઝ સહિતના ઉપકરણ,, ધુમાડો કે ઝેરી હવાથી બચવા ઉપયોગમાં લેવાતા ગેસ માસ્ક ,, અને બાયોપ્સી કીટની નિકાસ કરી શકાશે. દરમિયાન આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને , કોરોના વાયરસથી ફેલાયેલા પ્રકોપને રોકવાની તૈયારીની સમીક્ષા , મંત્રી સમુહની બેઠકમાં કરી હતી
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply