Skip to main content
Settings Settings for Dark

કોરોનાને લઇને PM મોદીએ દેશના વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે યોજી વીડિયો કોન્ફરન્સ

Live TV

X
  • ભારતમાં કોરોના વાયરસને લઇને સમગ્ર દેશમાં દહેશતનો માહોલ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ , અને આરોગ્ય મંત્રીઓ સાથે કોરોનાને લઇને લેવામાં આવેલા પગલા અંગે ચર્ચા કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને આયોજન તેમજ રાજ્યો દ્વારા કોરોના વાયરસને લઇ કરવામાં આવેલ આરોગ્ય લક્ષી તેમજ જન જાગૃતિના અભિયાન અંગે પણ , ચર્ચા કરી હતી અને આ મહામારી સામે સાથે મળીને લડવાની નેમ વ્યક્ત કરી હતી. કેન્દ્ર દ્વારા તમામ રીતે મદદ કરવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન સહિત કેન્દ્રના આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. હાલ રાજ્યમાં કોરોના વાયરસ , બીજા સ્ટેજમાં છે. આગામી તબક્કો ચિંતાજનક બની રહેશે. ત્યારે વધુ સતર્ક રહેવા માટે તેમણે જણાવ્યુ હતું. લોકોને સામાજીક અંતર વઘારવા પર ભાર મુક્યો હતો અને આગામી 22મી માર્ચના રોજ , જનતા કર્ફ્યુને લઇને પણ ચર્ચા કરી હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી , કે રાજ્યોના મુખ્યમંત્રીઓએ , પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનની પ્રશંસા કરી હતી. તેમણે પોતાનાં રાજ્યોની સ્થિતિ, જરૂરિયાત , અને પોતાની અપેક્ષાની , કેન્દ્ર સરકાર પાસે રજૂઆત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply