Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારે મેળાવડા, લગ્ન હૉલ, પાર્ટી પ્લૉટ, જીમ, વૉટરપાર્ક સહિતનાં નાનાંમોટાં જાહેર સ્થળો ૩૧ માર્ચ સુધી બંધ કરવા આપ્યો આદેશ

Live TV

X
  • રાજ્યમાં કોરોના વાયરસના અમદાવાદમાં 2, રાજકોટ, સૂરત અને વડોદરામાં 1-1 કેસ મળી કુલ 5 પોઝિટિવ સામે આવ્યા છે. જયંતિ રવિએ જણાવ્યું કે, સરકાર દ્વારા અગમચેતીરૂપે જાહેર કરાયેલા સમારંભ યોજવા સહિત પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વડોદરાના દર્દી સ્પેનથી આવ્યાં હતા. અમદાવાદના બે દર્દી મહિલાઓ ફીનલેન્ડ અને અમેરિકાથી આવ્યાં હતા. અમદાવાદમાં 2 કેસ પોઝિટિવ આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જરૂરી કામગીરી હાથ ધરી છે.

    ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો ન થાય તેની પુરતી કાળજી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાખી રહ્યા છે. 

    રાજ્ય સરકારે મેળાવડા, લગ્ન હૉલ, પાર્ટી પ્લૉટ, જીમ, વૉટરપાર્ક સહિતનાં નાનાંમોટાં જાહેર સ્થળો ૩૧ માર્ચ સુધી બંધ કરવા આદેશ આપ્યો છે. કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે રાજ્ય સરકાર દ્વારા કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આજથી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે. રાજ્ય સરકારની સેવાઓમાં વિવિધ સંવર્ગમાં ભરતી માટેની તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ જે તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધીમાં લેવાનારી હતી તે બધી જ પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ પરિક્ષાઓ આગામી તા. ૧૪ મી એપ્રિલ-ર૦ર૦ પછી લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષા પણ 14 એપ્રિલ બાદ લેવાશે. ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો ન થાય તેની પુરતી કાળજી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાખી રહ્યા છે.

     
    વૈશ્વિક કક્ષાએ કોવિડ-19

    કોરોના વાયરસનો કહેર તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં આ જીવલેણ વાયરસથી મરનારાઓની સંખ્યાં 8,700ને પાર થઈ ગઈ છે. તો 2 લાખ, 36 હજારથી વધુ લોકો કોવિડ-19થી સંક્રમિત થયાં હોવાનું જણાયું છે. 

    -અમેરિકામાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 150ને પાર પહોંચી છે. જ્યારે કે 10 હજાર લોકો સંક્રમિત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વાસ્થ્ય અમેરિકી મીડિયા દ્વારા મળતી માહિતી પ્રમાણે અમેરિકાના બે સાંસદોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. 

    -ઇટલીમાં કોરોના વાયરસથી મૃત્યુ આંક વધીને 3400 ને પાર થઇ ગયો છે. ઇટલીમાં મૃતક આંક ચીન કરતાં પણ વધારે થઇ ગયો છે. 

    -ચીનમાં જાન્યુઆરીથી કોરોના વાયરસના કેસ નોંધાવાની શરૂઆત થઈ હતી. ત્યારથી લઈને આજે પ્રથમ વખત એવું બન્યુ છે કે દેશમાં સંક્રમણનો એક પણ ઘરેલુ કેસ સામે આવ્યો નથી. જોકે વિદેશથી આવેલા લોકોમાં 34 નવા કેસ નોંધાયા છે. 

    -ઈરાનમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 1,135 લોકો મોતને ભેટ્યા છે. દક્ષિણ કોરિયામાં કુલ 8,413 લોકો સંક્રમીત થયાં છે. 

    -ક્યુબામાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું છે. બ્રાઝિલમાં એક મંત્રી સંક્રમિત થયા છે. 

    -ફ્રાન્સમાં કુલ 9,134 લોકોના સંક્રમીત કેસ સામે આવ્યા છે જેમાંથી 3,626 સંક્રમીત લોકો હોસ્પિટલમાં દાખલ છે.

    -બ્રિટનમાં 71 લોકો કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યાં છે જ્યારે 2000 જેટલાં લોકો સંક્રમણનો ભોગ બન્યાં છે. 

    -સ્પેનમાં કોવિડ-19ના કારણે 600 લોકોનાં મોત થયાં છે જ્યારે 13,700 સંક્રમીત જણાયા છે. 

    -ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી વિમાન કંપની ક્વોન્ટાસે પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા બે મહિના સુધી રોકવાની ઘોષણા કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply