રવિવારે જનતા કર્ફયું પાળવા પ્રધાનમંત્રીએ કરી અપીલ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્રદેશવાસીઓને આગામી 22મી માર્ચ રવિવારના રોજ જનતા કર્ફ્યુરાખવાની અપીલ કરી છે.
પ્રધાનમંત્રીએ ગઇકાલે રાત્રે કોરોનાવાયરસ સંદર્ભે જાહેર જનતાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે કોરોના મહામારીનો સંયમ અને સતર્કતાથી સામનો કરવો જોઇએ અને સૌ નાગરીકોએ તેના માટેતૈયાર રહેવું જોઇએ.
શ્રી મોદીએ જણાવ્યું કે 130 કરોડ દેશવાસીઓ પોતાના સંકલ્પ અને દ્દઢ નિશ્ચિયથી એક નાગરીક હોવાનાનાતે કોરોના મહામારીને રોકવા માટે પ્રયત્ન કરવો જેના માટે કર્ફયુનું પાલન કરવુંજોઇએ. તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી દિશા નિર્દેશોનુંપાલન કરીશુ સાથે સાથે એક સંકલ્પ લેવાનો છે કે આપણે સ્વયં સંક્રમિત થવાથી બચીશુ અનેબીજાને પણ સંક્રમિત થવાથી બચાવીશું
તેમણે આ વૈશ્વિક મહામારી માટે આપણેસ્વસ્થ તો જગ સ્વસ્થનો મંત્ર આપ્યો હતો.
તેમણે જણાવ્યું કે 22મી માર્ચ રવિવારે સવારે 7 થી 9 વાગ્યા સુધી પ્રત્યેક દેશવાસીઓ જનતા કર્ફયુ પાલન કરીએ તથા રવિવારે સાંજે 5 વાગે પણ આપણે સૌ આપણા ઘરના દરવાજાની પાસે, બાલ્કનીમાં કે બારી સામે પાંચ મીનીટ ઉભા રહી આવશ્યક સેવા આપનારતમામનો આભાર વ્યકત કરીશુ જેને સૂચના લોકોને સાયરન વગાડી આપવામાં આવશે.
શ્રી મોદીએ ઉમેર્યું કે નાણાંમત્રીનાનેતૃત્વમાં સરકારે કોવિડ-19 ઇકોનોમિક રીઝ્યોનલ ટાસ્ક ફોર્સની રચનાકરવાનું નક્કી કર્યુ છે.
પ્રધાનમંત્રીએ આ મહામારીના મુકાબલામાટે સંકલ્પ અને સંયમ અપનાવવા અને વરિષ્ઠ નાગરિકોને કારણ વગર ઘરની બહાર નહીંનિકળવા આ રીતે અપીલ કરી.
