દેશમાં 22મી માર્ચથી આંતરરાષ્ટ્રીય વિમાન પર પ્રતિબંધ
Live TV
-
ભારતે બાવીસમી માર્ચથી એક અઠવાડિયા માટે આંતરરાષ્ટ્રીય મુસાફર વિમાન સેવા બંધ કરી
સરકારે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરવિમાન સેવા 22 તારીખથી એક અઠવાડિયા માટે બંધ કરી છે.આ ઉપરાંત 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઘર બહાર નનીકળવા માટે સલાહ આપી છે.
રાજ્યસરકારોને આ અંગે પગલાં લેવા સૂચવ્યું છે. જોકે જાહેર સેવકો, સરકારીકર્મચારીઓ અને તબીબી કર્મચારીઓને તેમાં છૂટ આપી છે. દસ વર્ષથી નાનાં બાળકોને પણ ઘરબહાર ન નીકળવા જણાવાયું છે. ખાનગી અને સરકારી ક્ષેત્રના લોકોને શક્ય હોય તો ઘેરબેઠા કામની પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો છે
