જમ્મુ કશ્મીરમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
Live TV
-
સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં, સુરક્ષાકર્મીઓએ એક આતંકીને ઠાર માર્યો છે. સુરક્ષાના પગલે સોપોરમાં તપાસ અભિયાન ચાલુ છે.
જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં, સુરક્ષાકર્મીઓએ એક આતંકીને ઠાર માર્યો છે. સુરક્ષાના પગલે સોપોરમાં તપાસ અભિયાન ચાલુ છે. તો શોપિયામાં કાલથી ચાલતી અથડામણમાં જૈશનો એક આતંકવાદી ઠાર મરાયો છે. તો આ સાથે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલીકે રાજનૈતિક પક્ષો સાથેની મુલાકાતમાં જણાવ્યું કે જમ્મુ કાશ્મીર અંગેની કોઈપણ અફવા પર ધ્યાન ન આપવું. વધુમાં તેમણે કહ્યું કે રાજ્યમાં આવતા તમામ પ્રવાસીઓને સુરક્ષા આપવી તે રાજ્ય સરકારની જવાબદારી છે
