મૂર્ધન્ય પત્રકાર , કટારલેખક કાંતિ ભટ્ટનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Live TV
-
ગુજરાતના પત્રકારજગતમાં શોકનો માહોલ
ગુજરાતના જાણીતા કટાર લેખક અને વરિષ્ઠ પત્રકાર કાંતિ ભટ્ટનું મુંબઈ ખાતે નિધન થયુ છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી છે..પ્રધાનમંત્રીએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યુ છે કે
"જેમની કોલમ સવારને માહિતીસભર કરી દે એવા કટારલેખક અને પત્રકાર શ્રી કાંતિ ભટ્ટના નિધનથી વાચક જગતને મોટી ખોટ પડી છે. એમણે જે વિપુલ પ્રમાણમાં લેખન કર્યું છે એનાથી વર્તમાન પત્રકારિતા અને વાંચતું ગુજરાત સમૃધ્ધ બન્યું છે.ઘેરા દુઃખની લાગણી સાથે સદગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવાર અને એમના વાચકવર્ગને સાંત્વના"
મહત્વનુ છે કે વરિષ્ઠ પત્રકાર એવા કાંતિ ભટ્ટ ગુજરાતના વિવિધ ટોચના અખબારોમાં કામ કરી ચૂક્યા હતા..ખાસ તો કાંતિ ભટ્ટ કટાર લેખક તરીકે વધુ જાણીતા હતા..રોજિંદા સામાયિકોમાં આવતા તેમના કટારલેખો સાંપ્રત પ્રવાહોની આસપાસ રહેતા હતા.કાંતિ ભટ્ટની કારકીર્દીની જો વાત કરીએ તો ભાવનગરના મહુવામાં શાળા જીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા. ૧૯૫૨માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી હતી.ભાવનગર નગરપાલિકામાં એમણે થોડો સમય કામ કર્યું. બિમારીને કારણે તેઓ મહારાષ્ટ્રના ઉરુલી કાંચનના નિસર્ગોપચાર કેન્દ્રમાં જોડાયા થયા.15 જુલાઈ 1931ના રોજ જન્મેલા કાંતિભાઈએ હજુ થોડા દિવસ પહેલા જ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.સંશોધન લેખ અને સંશોધન પત્રકારત્વ માટે ખૂબ જાણીતા હતા.. 6 દાયકાથી વધુ સમયથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા રહ્યા હતા..અને આ દરમિયાન તેમણે હજારો લેખો લખ્યા..88 વર્ષની વયે તેમનું નિધન થતા ગુજરાતી પત્રકારજગતમાં સોપો પડી ગયો છે..
