જમ્મુ-કાશ્મીરઃ બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
Live TV
-
કોરોના જેવા કપરા કાળમાં પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સોમવારે એકવાર ફરીથી પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.
પૂંછ જિલ્લામાં તરકુંડી સેક્ટર કે જે બાલાકોટ સેક્ટરની સરહદ પાસે છે ત્યાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બીએસએફના ડ્યૂટી પર તૈનાત એક જવાન શહિદ થયા છે. જો કે પાકિસ્તાનના ગોળીબારમાં ભારતીય જવાનોએ પણ જવાબ આપ્યો હતો.
