જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓનો કાયરતાપૂર્ણ હુમલો, બે જવાન શહીદ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓનો કાયરતાપૂર્ણ હુમલો, બે જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના છત્રુ વિસ્તારમાં આતંકીઓ સાથે થયેલ અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થયા હતા. ગંભીર રૂપથી ઘાયલ અન્ય બે જવાનોને Air Lift કરી ઉધમપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. છત્રુ વિસ્તારના ઉપરના ભાગમાં આવેલ જંગલોમાં આતંકીઓ હોવાની બાતમી મળતા સુરક્ષા જવાનોએ સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. સુરક્ષા જવાનોથી ડરી આતંકીઓએ ગોળીબાર શરુ કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષાદળના જવાનોએ મોરચો સંભાળ્યો હતો. તો, બીજી તરફ બારામુલ્લામાં પણ આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે.