પ્રઘાનમંત્રી મોદી આજે જમ્મુ-કાશ્મીરના ડોડા અને હરિયાણાના કરુક્ષેત્રમાં ભાજપની ચૂંટણી સભાઓને સંબોધિત કરશે
Live TV
-
પ્રઘાનમંત્રી મોદી આજે જમ્મુ-કાશ્મીરના ડોડા અને હરિયાણાના કરુક્ષેત્રમાં ભાજપની ચૂંટણી સભાઓને સંબોધિત કરશે
ભારતીય જનતા પાર્ટી (BJP) ના ટોચના નેતા, સૌથી મોટા સ્ટાર પ્રચારક અને પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાથી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ પહેલા ડોડા જશે. ત્યારબાદ હરિયાણાના કુરુક્ષેત્ર પહોંચશે. ભાજપે તેના X હેન્ડલ પર પ્રધાનમંત્રીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમની વિગતો શેર કરી છે.
પ્રધાનમંત્રી મોદી હરિયાણાના કુરુક્ષેત્રમાં ભાજપની રેલીમાં ભાગ લેશે. કુરુક્ષેત્રમાં ભાજપની રેલી બપોરે સવા ચાર વાગે યોજાશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં યોજાઈ હતી. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.
અહીં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડી.એચ. પોરા, કુલગામ, દેવસર, દુરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહારા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલ વિધાનસભા મતવિસ્તાર. મતદાન થશે.
પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા હરિયાણાના કુરુક્ષેત્રમાં એક થીમ પાર્કમાં યોજાશે. તેઓ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રની લાડવા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ રેલી ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.