Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં મોસ્ટ વોંટેડ આંતકી ઝાકીર મુસા ઠાર

Live TV

X
  • સેનાએ ઓપરેશન પુરૂ કરતાં કુલ બે આતંકીને કર્યા ઠાર

    જમ્મુ કશ્મીરમાં સેનાએ મોટા ઓપરેશનને પાર પાડ્યું છે. ત્રાલમાં સુરક્ષા દળોએ મોસ્ટ વોંટેડ આતંકી ઝાકિર મુસાને ઠાર માર્યો છે. ઝાકિર મુસા કુખ્યાત આતંકી સંગઠન અંસાર ગજવાત ઉલ હિન્દનો ચીફ હતો. આતંકી ઝાકિર મુસાને સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી શોધી રહી હતી. જાણકારી મુજબ આર્મીની 42 રાષ્ટ્રીય રાઈફલ્સ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે દદસારા ગામમાં એક ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા. તેમાંથી એક આતંકી ઝાકિર મુસા હતો. ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ આ બંને આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળોએ જ્યારે તેમને સરેન્ડર કરવાનું કહ્યું તો આ આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષા દળોએ વળતો પ્રહાર કર્યો હતો. જેમાં ઝાકિર મુસા ઠાર મરાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply