જમ્મુ-કાશ્મીરના પુલવામાં આતંકવાદીઓએ એક જવાનની કરી હત્યા
Live TV
-
જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આતંકવાદીઓએ સીઆરપીએફના એક જવાનના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરી હતી.
જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આતંકવાદીઓએ સીઆરપીએફના એક જવાનના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરી હતી. પુલવામાના નાયરા ક્ષેત્રમાં નસીર એહમદ રાઠૈર નામના સીઆરપીએફ જવાનના ઘરમાં કેટલાંક અજાણ્યા આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા. જવાન હજુ કંઈ સમજે એ પહેલા તેની ઉપર આડેધડ ગોળીબારો કરી નાસી છૂટ્યા હતા. આસપાસના રહીશોએ તંત્રને જાણ કરતા નસીર એહમદને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તેમનું મોત થયું હતું. હુમલો કરનારાઓની શોધખોળ માટે સેના દ્વારા આસપાસના વિસ્તારોને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
