જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આંતકીઓ વચ્ચે અથડામણ, એક મેજર સહિત ચાર જવાન શહીદ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગઇ મોડી રાતથી સુરક્ષા દળો અને આંતકવાદીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર થયા છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગઇ મોડી રાતથી સુરક્ષા દળો અને આંતકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં એક મેજર સહિત કુલ ચાર જવાન શહીદ થયા છે. સામે બે આતંકવાદીઓને ઠાર કરવામાં પણ સફળતા મળી છે. આ અગાઉ પુલવામાના પિંગલિના ખાતે બે થી ત્રણ જેટલા આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સેનાએ ઓપરેશન શરૂ કર્યું હતું. સેનાએ આખા વિસ્તારને ઘેરી લઇને શોધખોળ શરૂ કરી છે. સ્થિતિની ગંભીરતાને જોતા પુલવામામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. અને કર્ફ્યુ લાગુ કરાયો છે.
