કેન્દ્રીય પોલીસ દળોને લાવવા લઇ જવા માટેના સમયને બચાવવા હવાઇ સેવાનો ઉપયોગ થાય: ગૃહમંત્રાલય
Live TV
-
સીઆરપીએફ દ્વારા તેના જવાનોને જમ્મુથી શ્રીનગર લઇ જવા હવાઇ યાત્રાની વ્યવસ્થા ગોઠવવાનો ગૃહમંત્રાયે ઇનકાર કર્યાના મિડીયા અહેવાલો સરકારે ફગાવી દિધા છે
સીઆરપીએફ દ્વારા તેના જવાનોને જમ્મુથી શ્રીનગર લઇ જવા હવાઇ યાત્રાની વ્યવસ્થા ગોઠવવાનો ગૃહમંત્રાયે ઇનકાર કર્યાના મિડીયા અહેવાલો સરકારે ફગાવી દિધા છે. મિડીયા રિપોર્ટને નકારતા ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રીય પોલીસ દળોને લાવવા લઇ જવા માટે લાગતા સમયને બચાવવા હવાઇ સેવાનો ઉપયોગ થાય છે. જેમાં રજા પરથી પરત ફરતી વખતની મુસાફરી પણ સામેલ છે. જમ્મુકાશ્મીરમાં પણ આવીજ હવાઇ સેવા કેટલાક સમયતી પુરી પડાઇ રહી છે. 2017માં કેન્દ્રીય દળોની વિનંતી બાદ આ સેવા શરૂ કરી દેવાઇ હતી. જાન્યુઆરી 2019માં પણ સીઆરપીએફ માટે આવી હવાઇ સેવાનું આયોજન કરાયું હતું.
